UCD Home

સુરત મહાનગર પાલિકાના યુ.સી.ડી વિભાગની ૧૯૬૭ મા શરૂઆત થયેલ. વિભાગની શરૂઆતથી જ છેવાડાના માનવીઓના સર્વાંગી વિકાસ માટેની સરકારશ્રી ની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારશ્રી ભારત સરકારશ્રી તથા સુરત મહાનગરપાલિકાની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું સુરત મહાનગરપાલિકા કક્ષાએ અમલીકરણ કરવાની કામગીરી વિભાગ દ્વારા કરવા મા આવે છે. વિભાગ દ્વારા અમલ થતી યોજનાઓ જે તે યોજના અમલીકરણના સ્વરૂપને આધારે લક્ષિત જૂથ ના લાભાર્થી સુધી યોજનાનો લાભ પહોચાડવાની કાર્યવાહી કરવામાં આવે છે.

દીનદયાળ અંત્યોદય યોજના –રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY-NULM) યોજનાનો અભિગમ શહેરી ગરીબ કુટુંબોને લાભપ્રદ સ્વરોજગાર અને કૌશલ્યપૂર્ણ વેતન રોજગારીની તકો પૂરી પાડી ગરીબી અને નબળાઈઓ ઘટાડી તેમના જીવન ધોરણમાં સતત સુધારો લાવવાનો છે. આ માટે પાયાના સ્તરે ગરીબો માટે ની સંસ્થાઓ ઉભી કરવી,સંસ્થાગત ધિરાણ , સામાજિક સુરક્ષા અને કૌશલ્ય સુલભ બનાવવા , જેથી તેઓ બજારમાં ઉભરતી તકો નો લાભ મેળવી સારી રીતે તેઓનો જીવન નિર્વાહ કરી શકે. આ યોજનાઓનું અમલીકરણ વિવિધ ઘટકો મારફતે થાય છે.

સામાજિક ગતિશીલતા અને સંસ્થાગત વિકાસ ઘટક (Social Mobilisation And Institution Development – SM&ID)

(અ) સ્વ-સહાય જૂથ (Self Help Group-SHG)
 • હેતુ
  ૧૦ થી ૨૦ શહેરી ગરીબ મહિલાઓનું જૂથ બનાવી બચત કરવાનો અભિગમ વિકસાવવો.
 • લાભાર્થીની પાત્રતા
  જૂથ રચમાં ઓછામાં ઓછા ૭૦% સભ્યો શહેરી ગરીબ કુટુંબ જેવાકે ,સુવર્ણજયંતી શહેરી રોજગાર યોજનાના (SJSRY),બીપીએલ કાર્ડ ધારકો, પુરવઠા વિભાગના બીપીએલ રેશનકાર્ડ ધારકો ,EWS આવાસના રહીશો, મુખ્યમંત્રી અમૃતમ (માં) અને માં-વાત્સલ્ય કાર્ડ ધારક હોવા જોઈએ. અને ૩૦% તેઓની આજુબાજુના રહીશ અન્ય સભ્યોનો સમાવેશ કરી મહિલા અને દિવ્યાંગ કે અશકત પુરુષોને સમાવી સ્વસહાય જૂથની રચના કરી શકાશે.તદ્દઉપરાંત યોજનાનો વ્યાપ વધારવા માટે ૨૫ % અનુસુચિત જાતિ (SC), અનુસુચિત જનજાતિ (ST) અને લઘુમતી મહિલા તથા મહિલા સંચાલિત કુંટુંબો, સ્થાનાંતર કરેલ મજુરો, ફેરિયા, રીક્ષા ચાલક,કચરો વીણનાર,બાંધકામ ક્ષેત્રેનાં કામદારોનાં સમાવેશ કરી શકશે.
 • સહાય
  સ્વસહાય જૂથના ૦૩ માસ પૂર્ણ થયે ગ્રેડિંગમાં સફળ થનાર જૂથને રૂ. ૧૦,૦૦૦/- રીવોલ્વીંગ ફંડ આપવામાં આવે છે.જૂથને બેંક મારફતે જૂથની બચત સામે મહત્તમ ચાર ગણી રકમની લોનની જોગવાઈ છે. લોન ઉપર બેન્કના પ્રવર્તમાન દર અને ૭ % વચ્ચેના તફાવતના દરે વ્યાજ સબસીડી મળવાપાત્ર છે. આ ઉપરાંત જૂથ ધ્વારા નિયમિત લોન ભરપાઈ થયેથી ૩ % વધુ વ્યાજ સબસીડી મળવાપાત્ર છે.

ક્ષમતા સબંધી તાલીમ અને પ્લેસમેન્ટ ધ્વારા રોજગાર (Employment through Skills Training & Placement – EST & P)

 • હેતુ
  શહેરી ગરીબ યુવક યુવતીઓને વર્તમાન સમયની માંગને અનુરૂપ કૌશલ્ય વર્ધક તાલીમ આપી બજારની માંગને અનુરૂપ સર્ટીફાઈડ તાલીમ આપી લાભાર્થીને રોજગારી/સ્વરોજગારી પ્રાપ્ત કરવા સક્ષમ બનાવવો જેથી લાભાર્થીનું જીવનધોરણ સુધરે તથા એકંદરે શહેરી ગરીબીમાં ઘટાડો થાય.
 • લાભાર્થીની પાત્રતા
  તાલીમાર્થીઓની એક બેચમાં ૭૫ % જેટલા ઉમેદવારો SJSRY બીપીએલ/પુરવઠા બીપીએલ રેશનકાર્ડ ધારકો, EWS આવાસના રહીશ/મા-અમૃતમ-મા વાત્સલ્ય કાર્ડ ધારક કુટુંબના સભ્ય અને ૨૫ % જેટલા અનુસુચિત જાતિ (SC), અનુસુચિત જનજાતિ (ST), લઘુમતી, મહિલા અને દિવ્યાંગ લાભાર્થીઓ.
 • સહાય
  ઓછામાં ઓછા ૦૩ મહિના જેમાં ૪૦૦ કલાક તકનીકી તાલીમ + ૩૦ કલાક સોફ્ટ સ્કીલ તાલીમ (યોજનાની માર્ગદર્શિકા તથા તાલીમ કોર્સના પ્રકારના આધારે સમયગાળો)
 • તાલીમ ફી
  લાભાર્થીને કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

સ્વરોજગાર કાર્યક્રમ (Self Employment Programme – SEP)

(અ) સ્વરોજગાર કાર્યક્રમ (વ્યક્તિગત) SELF EMPLOYMENT PROGRAMME (Individual)
 • હેતુ
  શહેરી ગરીબોને વ્યક્તિગત ધોરણે પોતાની કૌશલ્યતા, તાલીમ, અભિરુચિ, સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ સ્વરોજગાર સાહસો/ લઘુઉદ્યોગો સ્થાપવા નાણાકીય સહાય પ્રાપ્ત કરવા બેંક સાથે જોડાણ કરવામાં સહાય કરવામાં આવે છે.
 • લાભાર્થીની પાત્રતા
  SJSRY બીપીએલ/પુરવઠા બીપીએલ/EWS આવાસના રહીશ/માં-અમૃતમ,માં-વાત્સલ્ય કાર્ડ ધારક/મહિલા/લઘુમતી.
 • લાભાર્થીની ઉમર
  અરજી કરતી વખતે ૧૮ પૂર્ણ કરેલ હોવા જોઈએ.
 • પ્રોજેક્ટ રકમ
  રૂ. ૨,૦૦,૦૦૦/- (બે લાખ)ની મર્યાદામાં
 • સબસીડી
  લોન ઉપર બેન્કના પ્રવર્તમાન દર અને ૭ % વચ્ચેના તફાવતના દરે વ્યાજ સબસીડી મળવાપાત્ર છે.
(બ) સ્વરોજગાર કાર્યક્રમ -જૂથ (SELF EMPLOYMENT PROGRAMME- Group)
 • હેતુ
  શહેરી ગરીબ પરિવારના રચાયેલા જૂથને પોતાના કૌશલ્યોને અનુરૂપ સ્વરોજગાર સાહસો/લઘુઉદ્યોગો સ્થાપવા નાણાકીય સહાય પ્રાપ્ત કરવા બેંક સાથે જોડાણ કરવામાં સહાય કરવામાં આવે છે.
 • લાભાર્થીની પાત્રતા
  ઓછામાં ઓછા ૦૩ સભ્યો તે પૈકી ૭૦% સભ્યો શહેરી ગરીબ (SJSRY બીપીએલ/ પુરવઠા બીપીએલ/ EWS આવાસના રહીશ/માં-અમૃતમ,માં-વાત્સલ્ય કાર્ડ ધારક) હોવા જોઈએ.
 • લાભાર્થીની ઉમર
  અરજી કરતી વખતે જૂથના તમામ સભ્યો ૧૮ પૂર્ણ કરેલ હોવા જોઈએ.
 • પ્રોજેક્ટ રકમ
  મહત્તમ રૂ. ૧૦,૦૦,૦૦૦/- (દસ લાખ) (સભ્યદીઠ રૂ. ૦૨.૦૦ લાખની મર્યાદામાં)
 • સબસીડી
  લોન ઉપર બેન્કના પ્રવર્તમાન દર અને ૭ % વચ્ચેના તફાવતના દરે વ્યાજ સબસીડી મળવાપાત્ર છે.
(ક) સ્વસહાયજૂથ બેંક લિન્કેજ SHG Bank Linkage
 • હેતુ
  શહેરી ગરીબ પરિવારના રચાયેલા જૂથને પોતાના કૌશલ્યોને અનુરૂપ સ્વરોજગાર સાહસો/લઘુઉદ્યોગો સ્થાપવા નાણાકીય સહાય પ્રાપ્ત કરવા બેંક સાથે જોડાણ કરવામાં સહાય કરવામાં આવે છે.
 • પ્રોજેક્ટ રકમ
  રૂ. ૧૦ લાખ સુધીની મર્યાદામાં
 • સબસીડી
  લોન ઉપર બેન્કના પ્રવર્તમાન દર અને ૭ % વચ્ચેના તફાવતના દરે વ્યાજ સબસીડી મળવાપાત્ર છે. તથા જો SHG નિયમિત ભરપાઈ કરે તો વધારાની ૩% ની સબસીડી મળવાપાત્ર છે.

શેલ્ટર ફોર અર્બન હોમલેસ (SHELTER FOR URBAN HOMELESS - SUH)

 • શહેરી ઘરવિહોણા લોકો શહેરની આર્થિક બાબતોનું મહત્વનું અંગ છે. તેઓ અનૌપચારિક ક્ષેત્રના સસ્તા અને સરળતાથી પ્રાપ્ત કરી શકાય તેવા કામદારો છે.
 • ઘરવિહોણા લોકો જેમની પાસે પોતાની માલિકીનું અથવા ભાડાનું ઘર નથી, જે ખુલ્લા આકાશ નીચે અથવા માનવ વસવાટ માટે અયોગ્ય એવી જગ્યાઓ જેવી કે, ફૂટપાથ, બગીચા, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો, કારખાના, દુકાન બહાર અથવા બાંધકામના સ્થળો ઉપર સુવે છે. તેનો સમાવેશ થાય છે.
 • શહેરી ઘરવિહોણા લોકો શહેરમાં આશ્રય કે સામાજિક સુરક્ષા વગર જીવન પસાર કરતા હોય છે.તેમજ તેઓ મૂળભૂત પાયાની જરૂરિયાત જેવી કે ભોજન, પાણી, સ્વચ્છતા સબંધી સેવાઓ, આરોગ્ય સુવિધા, બાળકો માટે શિક્ષણ  વગેરે સેવાઓના લાભોથી વંચિત હોય છે. 
 • દીનદયાળ અંત્યોદય યોજના –રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ શહેરી ધરવિહોણા લોકો માટે આશ્રય યોજના (Shelter for Urban Homeless-SUH) ઘટકના અમલીકરણનો હેતુ શહેરમાં રહેતા ઘર વિહોણા લોકોને પાણી પુરવઠો, સ્વચ્છતા, સુરક્ષા અને સલામતી જેવી પાયાની આધાર વ્યવસ્થા સહીત કાયમી આશ્રયની સાથે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ આપવી સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાની કાર્યવાહી કરવામાં આવે છે.

સપોર્ટ ટુ અર્બન સ્ટ્રીટ વેન્ડર (Support to Urban Street Vendors - SUSV)

 • શહેરી ફેરિયાઓ શહેરના અનૌપચારિક આર્થિકતંત્રના મહત્વનું અંગ છે શાકભાજી, ફળ, ખાણીપીણીની - ચાની લારીવાળા, પાથરણાવાળા, કલાકારીગરીની વસ્તુ, ધોબી, નાઈ, મોચીકામ તથા જીવનજરૂરી અન્ય વસ્તુઓ ફેરી કરીને અથવા ફૂટપાથ અથવા ખુલ્લી જગ્યામાં વેચાણ કરનાર તમામનો શેરી ફેરિયામાં સમાવેશ થાય છે.
 • આ ઘટકનો ઉદેશ્ય શહેરી ફેરિયાઓની ઓળખ કરી તાલીમ આપી નાણાકીય સંસ્થા સાથે જોડાણ કરવાનો છે.

પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PMSVANidhi)

 • કોવીડ-૧૯ મહામારીનો ચેપ ફેલાતો અટકાવવા માટે લાદવામાં આવેલ તબક્કાવાર લોકડાઉન બાદ શેરી ફેરિયાઓની રોજગારી પુનઃ કાર્યાન્વિત કરવા આ યોજના અમલમાં મુકવામાં આવેલ.
 • આ યોજનાનો ઉદેશ્ય શેરી ફેરિયાઓને કાર્યકારી મૂડી માટે બેંક લોન મળી રહે તે છે.
 • આ યોજના અંતર્ગત શેરી ફેરીયાઓને કોઈપણ જામીનગીરી (collateral) વગર પ્રથમ તબક્કે રૂ. ૧૦,૦૦૦/- રૂપિયાની લોન મળી શકે છે. ત્યારબાદ બીજા તબક્કામાં રૂ. ૨૦,૦૦૦/-  આપવાની જોગવાઈ છે. લોન સમયસર ચુકવનારા શેરી ફેરિયાઓના બેંક ખાતામાં સાત ટકા (૦૭%) વાર્ષિક વ્યાજ સબસિડી દર ત્રણમાસે સરકારશ્રી ધ્વારા જમા  કરવામાં આવે છે.
 • શેરી ફેરિયાઓ ધ્વારા માસિક  નિયત ડીજીટલ ટ્રાન્ઝેક્શન કરવાથી  માસિક રૂ. ૧૦૦ સુધી કેશબેક મળવાપાત્ર છે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (MMUY)

 • કોવિડ-૧૯ મહામારીથી ઉદ્ભવેલ પ્રતિકુળ આર્થિક પરિસ્થિતિમા અર્થતંત્રને પુન: વેગવંતુ કરવા માટે તથા મહિલાઓને આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ સાથે જોડી સ્વાવલંબી/ આત્મનિર્ભર બનાવવાનો યોજનાનો મુખ્ય હેતુ છે. મહિલાઓમાં બચત કરવાની આદત કેળવાય તેમજ તેઓ નાણાંકીય સધ્ધર અને આત્મનિર્ભર થાય તેવા શુભાશય સાથે “ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ” શરુ કરવામાં આવેલ છે.
 • યોજના અંતર્ગત ધિરાણ મેળવવા ઈચ્છુક ૧૮ થી ૫૯ વયજૂથની ૧૦ મહિલાઓનું જોઈન્ટ લાયાબિલીટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રુપ બનાવવામાં આવે છે.
 • આ જૂથોને સરકારી બેંકો, ખાનગી બેંકો, સહકારી બેંકો, પ્રાઈવેટ બેંકો ઉપરાંત ક્રેડીટ કો.ઓપરેટીવ મંડળીઓ અને આંર.બી.આઈ. માન્ય ધિરાણ સંસ્થાઓ મારફતે રૂ. ૦૧.૦૦ લાખનું બેંક ધિરાણ આપવામાં આવે છે.
 • યોજના અંતર્ગત વિધવા તથા ત્યકતા બહેનોને અગ્રીમતા આપવામાં આવે છે.
 • આ જૂથ દ્વારા આર્થિક પ્રવૃત્તિ સાથે બચતનું કામ પણ કરવાનું રહેશે.
 • આ જૂથનું એક સયુક્ત બચત ખાતું ખોલાવવાનું રહેશે તથા જૂથના દરેક સભ્યે રૂ.૩૦૦/- પોતાના જૂથના બચત ખાતામાં એક વખત જમા કરાવવાના રહેશે.
 • આ યોજના હેઠળ જૂથોને વ્યાજ રહિત લોન આપવામાં આવે છે લાભાર્થી વતી રાજ્ય સરકાર દ્વારા વ્યાજની ચુકવણી કરવામાં આવે છે.
 • લોન ઉપર લાભાર્થી પાસેથી કોઈપણ ગેરંટી લેવામાં આવતી નથી.
 • આ યોજનામાં જૂથ ધિરાણ માટે કરવામાં આવતા કરારમાં સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
 • યોજના અંતર્ગત લોન મેળવેલ જૂથ દ્વારા માસિક રૂ.૧૦,૦૦૦/- નાં હપ્તા મુજબ વાર્ષિક રૂ.૧,૨૦,૦૦૦/- પરત ભરપાઈ કરવાના રહે છે. જે રકમ પૈકી રૂ.૧,૦૦,૦૦૦/- લોન વસુલાત અને રૂ.૨૦,૦૦૦/- બચત તરીકે જૂથના ખાતામાં જમા રહે છે.